1 તિમોથીને 1 : 1 (GUV)
[ખ્રિસ્ત પરના] વિશ્વાસમાં મારા ખરા દીકરા તિમોથી પ્રતિ લખનાર, ઈશ્વર આપણા તારનારની તથા ખ્રિસ્ત ઈસુ જે આપણી આશા છે, તેમની આજ્ઞા પ્રમાણે થયેલો ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત પાઉલ,.
1 તિમોથીને 1 : 2 (GUV)
ઈશ્વર આપણા પિતા તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી તને કૃપા, દયા તથા શાંતિ થાઓ.
1 તિમોથીને 1 : 3 (GUV)
હું મકદોનિયા જતો હતો ત્યારે મેં તને વિનંતી કરી હતી [તેમ ફરીથી કરું છું] કે, તારે એફેસસમાં થોભવું, અને [ત્યાંના] કેટલાક માણસોને આજ્ઞા કરવી કે તેઓ જુદા પ્રકારનો ઉપદેશ ન કરે,
1 તિમોથીને 1 : 4 (GUV)
અને કલ્પિત વાતો પર તથા લાંબી લાંબી વંશાવળીઓ પર ધ્યાન ન આપે. એવી વાતો વિશ્વાસ ઉપર આધાર રાખનારી ઈશ્વરની સંસ્થાને ઉત્તેજન આપવાને બદલે ખાલી વાદવિવાદો ઉત્પન્‍ન કરે છે.
1 તિમોથીને 1 : 5 (GUV)
એ આજ્ઞાનો મુખ્ય હેતુ તો શુદ્ધ હ્રદયથી તથા સારા અંત:કરણથી તથા ઢોંગ વગરના વિશ્વાસથી પ્રેમ રાખવો એ છે.
1 તિમોથીને 1 : 6 (GUV)
એ બાબતો પર લક્ષ ન રાખવાથી કેટલાક મિથ્યા વાદવિવાદ કરવા લાગ્યા.
1 તિમોથીને 1 : 7 (GUV)
તેઓ નિયમશાસ્‍ત્રના ઉપદેશક થવા ચાહે છે, પણ પોતે શું કહે છે અથવા જે વિષે તેઓ ખાતરીપૂર્વક બોલે છે તે તેઓ પોતે સમજતા નથી.
1 તિમોથીને 1 : 8 (GUV)
પણ આપણે જાણીએ છીએ કે, જો તેનો યથાયોગ્ય ઉપયોગ કરવામાં આવે તો નિયમ [શાસ્‍ત્ર] સારું છે.
1 તિમોથીને 1 : 9 (GUV)
આપણે આટલું તો જાણીએ છીએ કે, નિયમ તો ન્યાયીને માટે નથી, પણ અનીતિમાન તથા સ્વચ્છંદીઓને માટે છે, જેઓ અધર્મી તથા પાપી, અપવિત્ર તથા ધર્મભ્રષ્ટ, પિતૃહત્યારા તથા માતૃહત્યારા, ખૂનીઓ,
1 તિમોથીને 1 : 10 (GUV)
વ્યભિચારીઓ, પુંમૈથુનીઓ, મનુષ્યહરણ કરનારાઓ, જૂઠાઓ તથા જૂઠા સમ ખાનારાઓ, એવા સર્વને માટે છે.
1 તિમોથીને 1 : 11 (GUV)
સ્તુત્ય ઈશ્વરના મહિમાની સુવાર્તા જે મને સોંપવામાં આવી છે તે પ્રમાણેના શુદ્ધ ઉપદેશની વિરુદ્ધ જે કંઈ હોય તેને માટે છે.
1 તિમોથીને 1 : 12 (GUV)
મને સામર્થ્ય આપનાર આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુનો હું આભાર માનું છું, કેમ કે તેમણે મને વિશ્વાસુ ગણીને પોતાની સેવામાં દાખલ કર્યો.
1 તિમોથીને 1 : 13 (GUV)
જોકે હું પહેલાં દુર્ભાષણ કરનાર તથા સતાવનાર તથા જુલમી હતો, તોપણ મારા પર દયા કરવામાં આવી, કારણ કે [તે વખતે મને ખ્રિસ્ત પર] વિશ્વાસ નહિ હોવાથી મેં અજ્ઞાનપણે તે કર્યું હતું.
1 તિમોથીને 1 : 14 (GUV)
આપણા પ્રભુની કૃપા મારા પર અતિશય થવાથી મને ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ તથા પ્રેમ [ઉત્પન્‍ન] થયો.
1 તિમોથીને 1 : 15 (GUV)
આ વાત વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે કે, ખ્રિસ્ત ઈસુ પાપીઓને તારવાને માટે જગતમાં આવ્યા; એવા [પાપીઓ] માં હું મુખ્ય છું.
1 તિમોથીને 1 : 16 (GUV)
અનંતજીવનને માટે જેઓ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, તેઓને માટે હું નમૂનારૂપ થાઉં, માટે મારા પર દયા કરવામાં આવી કે, તેથી તે પોતાની પૂરી સહનશીલતા મારા સંબંધમાં પ્રગટ કરે.
1 તિમોથીને 1 : 17 (GUV)
જે સનાતન યુગોનો રાજા, અવિનાશી, અદશ્ય તથા એકમાત્ર ઈશ્વર છે, તેમને સદાસર્વકાળ માન તથા મહિમા હો. આમીન.
1 તિમોથીને 1 : 18 (GUV)
દીકરા તિમોથી, તારે વિષે અગાઉ થયેલા ભવિષ્યકથન પ્રમાણે, હું તને આ [ખાસ] આજ્ઞા આપું છું કે, તે ભવિષ્યકથનો [ની સહાય] થી તું સારી લડાઈ લડે;
1 તિમોથીને 1 : 19 (GUV)
અને વિશ્વાસ તથા નિર્મળ અંત:કરણ રાખે. એનો ત્યાગ કરવાથી કેટલાકે વિશ્વાસરૂપી વહાણ ભાંગ્યું.
1 તિમોથીને 1 : 20 (GUV)
તેઓમાંના હુમનાય તથા એલેકઝાન્ડર છે; તેઓ દુર્ભાષણ કરતાં ન શીખે માટે મેં તેઓને શેતાનને સોંપ્યા.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20

BG:

Opacity:

Color:


Size:


Font: